નવેમ્બર 23, 2025 8:29 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગીત કળાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું – ગઇકાલે વડનગરથી તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વડનગરથી તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંગીત કળાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.
મધ્યપ્રદેશના ગાયિકા કલાપિની કોમકલીને તાનારીરી સંગીત સન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો.આ અંગે તેમણે આ મુજબ પ્રતિભાવ આપ્યો.
ઉલ્લેખનીય છે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રી તાના અને રીરીની કળાના રક્ષણ માટે આત્મબલિદાન આપ્યું હતું. તેની સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં તાના-રીરી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.