ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 23, 2025 8:28 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 679 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની એક દિવસની મુલાકાતે છે શ્રી પટેલ ના હસ્તે 679 કરોડ ના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે મુખ્યમંત્રીના હસ્તે એસ્લો સર્કલ પાસે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા નું અનાવરણ કરાશે.ગાંધીધામમાં મહાનગર પાલિકાના 176 કરોડના વિકાસ કામોના અને ભૂજમાં 503 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.