મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, રાજકોટ અગાઉ પાણીની સૌથી વધુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ આજે રાજકોટની કાયાપલટ થઈ છે.
શ્રી પટેલે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા સ્વદેશી અપનાવવાનો પણ સૌને આગ્રહ કર્યો. આ ઉપરાંત શ્રી પટેલે રાજકોટની ડૉક્ટર શ્યામાપ્રસાદ આર્ટ ગૅલેરી ખાતે રાઈઝિંગ રાજકોટની વિષયવસ્તુ સાથેના પ્રદર્શન એકમને ખૂલ્લું મુક્યું.
આ પ્રસંગે ઉપસ્થિત કૃષિમંત્રી જિતુ વાઘાણીએ રાજ્ય સરકાર સોમવારથી ડાંગરની ખરીદી શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 23 હજાર 343 લાભાર્થીઓ પાસેથી પાંચ હજાર 459 ટન મગફળીની ખરીદી થઈ ગઈ છે તેમજ ખેડૂતોના ખાતામાં 50 ટકા જેટલા રૂપિયા જમા પણ કરાવાયા છે.
Site Admin | નવેમ્બર 22, 2025 7:15 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં મહાપાલિકાના 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત.