નવેમ્બર 22, 2025 10:57 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે. આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે.વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાના-રીરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.