મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર બાંહેધરી લેતી હોય તેવી ધિરાણ યોજનાઓના ધિરાણ, લાભાર્થીઓને આપવામાં બેન્કોના સક્રિય સહયોગ માટે અનુરોધ કર્યો છે. શ્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની બેન્કર્સ સમિતીની 182મી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું.
શ્રી પટેલે કહ્યું કે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતને પાર પાડવા બેન્કો વધુને વધુ લોકોને નાણાકીય સમાવેશનો લાભ આપે. પ્રધાનમંત્રી સ્વનિધિ અને ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ બેન્કોને ધિરાણ સામે સલામતીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ. દરમિયાન મુખ્યમંત્રીએ પશુધન માટેના તેમ જ માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં પણ ગતિ લાવવા બેન્કર્સને સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતના હેતુસર રાજ્ય સરકારે વર્ષ 2047 સુધીનાં વિકાસનાં આયોજનની રૂપરેખા તૈયાર કરી છે.
Site Admin | ઓગસ્ટ 30, 2024 10:32 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર બાંહેધરી લેતી હોય તેવી ધિરાણ યોજનાઓના ધિરાણ, લાભાર્થીઓને આપવામાં બેન્કોના સક્રિય સહયોગ માટે અનુરોધ કર્યો
