સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે લોકો સીધી “એકતા મંત્ર” પહોંચાડવા વિધાનસભાદીઠ યુનિટી માર્ચ એટલે કે, એકતા દોડ યોજાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” પદયાત્રાનું આંબલી વિસ્તારથી પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો. શ્રી પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી.
Site Admin | નવેમ્બર 17, 2025 7:15 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો – અમદાવાદમાં યુનિટી માર્ચનું પ્રસ્થાન