ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 13, 2025 2:49 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફૉર થૉટ ફેસ્ટ 2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફૉર થૉટ ફેસ્ટ 2025નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથગ્રહણ કર્યા હતા. પાલડીના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી શરૂ થયેલો આ મહોત્સવ આગામી 23 તારીખ સુધી ચાલશે.
મુખ્યમંત્રીએ કૅન્વાસ પર સહી કરીને રાજ્યમાં અમદાવાદ શહેર રાષ્ટ્રમંડળ રમત 2030 માટે તૈયાર છે, તેને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. સાથે જ શ્રી પટેલે ભારતીય-અમેરિકન લેખક જય પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે લખેલું તેમનું પહેલું પુસ્તક “બૅરિસ્ટર મિસ્ટર પટેલ”નું પણ વિમોચન કર્યું.