નવેમ્બર 12, 2025 7:19 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો. સાથે જ તેમણે ડિજિટલ ફેરફાર થકી દેશમાં આવેલા પરિવર્તનની પણ રૂપરેખા આપી. ગાંધીનગરમાં ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે નૉટરી તરીકે પસંદગી પામેલા એક હજાર 500થી વધુ ઍડ્વોકેટ્સને પ્રમાણપત્ર એનાયત સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી.
તેમણે સૌ નવનિયુક્ત નૉટરીઓ કાયદાના શાસનને વધુ મજબૂત બનાવી “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પટેલે કાયદા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા નોટરી પૉર્ટલનો તેમજ રાજ્યમાં ઈ-નૉટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરાવ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.