મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મંત્રીઓના કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે, મુખ્યમંત્રી અચાનક સ્વર્ણિમ્ સંકુલ એકના બીજા માળે પહોંચ્યા, જ્યાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયાના કાર્યાલયની મુલાકાત લીધી. દરમિયાન તેમણે મંત્રીઓના કાર્યાલયમાં આવેલા અરજદારોની રજૂઆતો પણ સાંભળી હતી.
Site Admin | નવેમ્બર 10, 2025 4:13 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મંત્રીઓના કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી