નવેમ્બર 9, 2025 7:12 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું જૂનાગઢથી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આજે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું જૂનાગઢથી પ્રસ્થાન કરાવ્યું. જૂનાગઢ મુક્તિ દિવસના અવસરે બહાઉદ્દીન કોલેજથી શરૂ થયેલી સરદાર@150 પદયાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, આ યુનિટી માર્ચ ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ની વિભાવનાને ચરિતાર્થ કરી એકતાનો પાયો વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું, સરદાર પટેલે 562 દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પટેલે આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.