મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢના 78મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચનો પણ પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કહ્યું, કે આઝાદ ભારતના ઇતિહાસમાં જૂનાગઢનો સ્વતંત્રતા સંગ્રામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. આરઝી હકુમતની લડાઈને કારણે જૂનાગઢ નવાબના શાસનમાંથી મુક્ત થયું છે બહાઉદીન કોલેજ ખાતેથી એકતા યાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ યાત્રા આત્મ નિર્ભર ભારત અને અખંડ ભારત ની દિશામાં અહમ ભૂમિકા ભજવશે.
Site Admin | નવેમ્બર 9, 2025 2:28 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢના 78મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.