નવેમ્બર 7, 2025 3:09 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢ સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢ સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વંદે માતરમ્-ને પ્રેરણા ગીત ગણાવતા કહ્યું, સ્વતંત્રતાના સંગ્રામથી આજ દિવસ સુધી સૌના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. શ્રી પટેલે સૌ નાગરિક સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધે તેવો અનુરોધ પણ કર્યો.

વિધાનસભા પરિસરમાં વંદે માતરમ્-નું સામૂહિક ગાન અને સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.