મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સહાય અંગે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જિતુ વાઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદથી 68 હજાર હૅક્ટરથી વધુના વાવેતરને નુકસાન થયાના અહેવાલ છે. જોકે, ખેતીવાડી વિભાગ દ્વારા હાલ નુકસાન અંગેની મોજણી એટલે કે, સરવે હાથ ધરાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 14 હજાર હૅક્ટર જમીનનો સરવે પૂર્ણ થયો છે. ચાર હજારથી વધુ ખેડૂતોની ત્રણ હજાર 340 હૅક્ટર જમીનમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું છે.
Site Admin | નવેમ્બર 4, 2025 2:34 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સહાય અંગે બેઠક યોજાઈ