મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની મુલાકાત લીધી. દરમિયાન તેઓ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત આ જિલ્લાઓની સ્થિતિનું નિરીક્ષણ કરશે. શ્રી પટેલે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી. તેઓ જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત પણ કરશે. અગાઉ મુખ્યમંત્રી દીવ હવાઇમથક પર પહોંચ્યા ત્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમન વાજા પણ જોડાયા હતા.
Site Admin | નવેમ્બર 3, 2025 7:35 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વરસાદથી અસરગ્રસ્ત ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લાની મુલાકાત લીધી- ખેડૂતો સાથે વાતચીત કરી