ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 1, 2025 7:16 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, અનેકતામાં એકતાનો એ જ આપણી વિશેષતા છે. એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.
આગામી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક વારસા, પરંપરા અને કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે. તેમજ દરરોજ સાંજે બે અલગ-અલગ રાજ્ય અનોખી પરંપરા અને કળાનું પ્રદર્શન કરશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા જયંતી નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ પણ યોજાશે. આ અગાઉ, જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદ્ઘાટન સત્રનો એકતાનગર ખાતેથી પ્રારંભ થયો.