મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે. આગામી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર થશે.ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ખાણીપીણીની હાટડી એક લાઇવ સ્ટૂડિયો કિચનનું આયોજન કરાયું છે. તેમાં વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની વાનગીઓ પીરસવામાં આવશે. પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે ભારત પર્વ પહેલી વાર એકતાનગર ખાતે યોજાઈ રહ્યો છે. તેમાં ભારતની વિવિધ સાંસ્કૃતિક વારસા, પરંપરા અને કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે. તેમજ દરરોજ સાંજે બે અલગ-અલગ રાજ્ય અનોખી પરંપરા અને કળાનું પ્રદર્શન કરશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા જયંતી નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ પણ યોજાશે.
Site Admin | નવેમ્બર 1, 2025 8:22 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે