મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. તેમાં રાજ્યના વરિષ્ઠ મંત્રીઓએ કમોસમી વરસાદની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો. બેઠકમાં ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે પણ ચર્ચા થઈ. આ ઉપરાંત 31 ઓક્ટોબર કેવડીયા એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કર્યા બાદ વિભાગોમાં મંત્રીની કામગીરી અને આગામી 100 દિવસના કાર્યસૂચિ સંદર્ભે પણ મંત્રીઓએ મુખ્યમંત્રીને અહેવાલ સોંપ્યો.
Site Admin | ઓક્ટોબર 29, 2025 3:06 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.