અમદાવાદના રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ્ઠપૂજન કરાયું હતું. આ પૂજામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.છઠ્ઠપૂજામાં હાજર રહી શ્રી પટેલે તમામ લોકોને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સંબંધ આદિકાળથી ખાસ રહ્યો છે બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા પ્રયાસરત છે. આ પ્રસંગે અમદાવાદના ધારાસભ્યો, મેયર સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 28, 2025 10:12 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠપૂજામાં સહભાગી થયા