મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સમાજ સેવક સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની પ્રાથના સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી.
શ્રી પટેલે સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયા દ્વારા જાહેરજીવનમાં અને સમાજ માટે અપાયેલા યોગદાનને યાદ કર્યું અને શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયા વિરમગામ અને સાણંદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ એ.ડી.સી બેંક અને ગુજકો માસોલના ડાયરેક્ટર તરીકેની જવાબદારીઓ નિભાવી ચૂક્યા હતા.
આ શ્રદ્ધાંજલિ સભામાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 25, 2025 3:04 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સમાજ સેવક સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની પ્રાથના સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી.