મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષના પ્રારંભના દિવસે આજે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ—લે કરશે. શ્રી પટેલ આજે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અડાલજના ત્રિમંદિરમાં દર્શન અને પૂજન માટે જશે. ત્યારબાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા સામૂદાયિક કેન્દ્ર ખાતે સવાર આઠ વાગ્યાની આસપાસ નાગરિકો અને પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ—લે કરશે. ત્યાંથી તેઓ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે. સવારે સાડા 10 વાગ્યાની આસપાસ શ્રી પટેલ અમદાવાદમાં ઍનેક્સી સ્ટેટ ગૅસ્ટહાઉસ શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. આ પહેલાં મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જશે. આજે બપોરે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઑફિસર્સ મૅસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે
Site Admin | ઓક્ટોબર 22, 2025 12:18 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર-અમદાવાદમાં નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે
