મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને “Vocal for Local”ના મંત્રથી “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા સંકલ્પબદ્ધ થવા નાગરિકોન અપીલ કરી છે.તેમણે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે, આ તહેવારોમાં સૌ નાગરિકો સ્થાનિક વેપારીઓ, કારીગરો અને ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવા સંકલ્પબદ્ધ થઈને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’થી “Vocal for Local” દ્વારા “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:11 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવીને નાગરિકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી