મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી 201 નવી S.T. બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ બસમાં 136 સુપર ઍક્સપ્રેસ, 60 સેમી-લક્ઝરી અને પાંચ મિની બસનો સમાવેશ થાય છે. આ સાથે જ દિવાળીના તહેવારમાં સુદ્રઢ પરિવહન સુવિધા સુનિશ્ચિત કરવા ચાર હજાર 200 વધારાની બસના સંચાલનનો પ્રારંભ થયો.
આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અત્યારથી બસનું બૂકિંગ કરવા અપીલ કરી. તેમણે કહ્યું, જો બસ સંપૂર્ણ ભરાઈ જશે તો વધારાની બસ દોડાવવાની પણ વ્યવસ્થા કરાશે.
હાલ S.T. નિગમ પ્રતિ દિવસ આઠ હજારથી વધુ બસના સંચાલન થકી 27 લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડે છે.
Site Admin | ઓક્ટોબર 10, 2025 3:00 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી 201 નવી S.T. બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.