મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાળ યુવાશક્તિને સૌથી મોટી મૂડી ગણાવી છે. ગાંધીનગરમાં આજે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું, આ મૂડીને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે દેશની તાકાત બનાવવાનો નિર્ધાર કરાયો છે. આ પ્રસંગે શ્રી પટેલે આત્મનિર્ભર ભારત, વૉકલ ફૉર લૉકલ અને સ્વદેશી અભિયાનને અપનાવવા યુવાનોને આહ્વાન કર્યું. શ્રી પટેલે રોજગારપત્ર મેળવનારા યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું, ગુજરાત 1.1 ટકા જેટલા બેરોજગારીના દર સાથે દેશના સૌથી ઓછી બેરોજગારી ધરાવતા રાજ્યો પૈકીનું એક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાશક્તિને કૌશલ્ય વિકાસ માટે 658 ભરતી મેળાઓ દ્વારા ખાનગી ક્ષેત્રમાં રોજગાર મેળવનારા 55 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્ર અને 25 હજારથી વધુ યુવાનોને કામચલાઉ દરખાસ્તપત્ર પણ એનાયત કરાયા. સાથે જ ઉદ્યોગોને અનુરૂપ માનવ સંશાધન મળે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે સમજૂતી કરાર થયા હતા.