મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી-વિમુક્ત જાતિના બાળકોને ભણાવવા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં આજે વિચરતી—વિમુક્ત જાતિઓના રાજ્ય સ્તરના મહાસંમેલનને સંબોધતા શ્રી પટેલે કહ્યું, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની મદદ કરવા સરકાર હંમેશા તૈયાર છે. ગત ત્રણ વર્ષમાં વિચરતી-વિમુક્ત જાતિના 27 લાખથી વધુ લાભાર્થીને 297 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિની સહાય ચૂકવવામાં આવી છે.
આ પ્રસંગે શ્રી પટેલે આગામી દિવસોમાં આવતા તહેવારોમાં સ્વદેશી ચીજવસ્તુઓનું ખરીદ અને વેચાણ કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 5, 2025 7:17 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની મદદ કરવા સરકાર હંમેશા તૈયાર