મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નાગરિક કેન્દ્રીત સુશાસનથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય અને વિકાસ સાધન બન્યું છે. ગાંધીનગરમાં ભૂમિ વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે આ પરિષદને સુશાસન સાથે સતત વિકાસ-આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની જરૂરિયાતને અનુરૂપ ગણાવી.
મહેસૂલની જટિલ અને ગૂંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અભિગમથી સરળ બનાવવા પારદર્શક અને વિશ્વસનીય વહીવટી તંત્ર માટે આઈ—ઑરા અને ગરવી ટૂ પૉઈન્ટ ઑ ડિજિટલ મંચ પરિણામકારી બન્યા હોવાનું પણ શ્રી પટેલે ઉંમેર્યું.
પરિષદમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પણ થયા. સાથે જ વિચરતી જાતિના પરિવારોને સ્વામિત્વ કાર્ડ – સુરક્ષા કીટ અને રહેણાક જમીનની સનદનું વિતરણ કરાયું.
Site Admin | ઓક્ટોબર 3, 2025 7:13 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં બે દિવસની ભૂમિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની પરિષદનો પ્રારંભ કરાવ્યો.