આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, 108 ઈમરજન્સી મેડીકલ સેવા દ્વારા પ્રતિદિન સરેરાશ 4300થી 4500 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા અપાય છે. 108 નંબર પર આવેલા 99 ટકા ફોન કોલને પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવ્યો છે. શ્રી પટેલે ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યના એક કરોડ 77 લાખથી વધુ નાગરિકોને કટોકટીના સમયમાં સેવા આપવામાં આવી છે.
નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે 94 નવી 108 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 6:07 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે 94 નવી 108 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું
