મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો છે. અમરેલીમાં આજે સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને ગ્રામવિકાસ પરિષદના સહકારથી યોજાયેલા “સહકારથી સમૃદ્ધિ” પરિસંવાદમાં શ્રી પટેલે કહ્યું, રાજ્યની સહકારી સંસ્થાઓ આજે અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું.
દરમિયાન શ્રી પટેલે ખેડૂતો માટે સૌપ્રથમ ગ્રામીણ ગૃપ અકસ્માત વીમા યોજના શરૂ કરનારી અમરેલી જિલ્લા મધ્ય સહકારી બૅન્કની પ્રશંસા કરી. તેમણે કહ્યું, રાજ્યના સહકારી ક્ષેત્રનો કુલ વકરો આજે ચાર લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 7:17 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો