મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેપારી અને ગ્રાહકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પર ભાર આપ્યો. અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા અને “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમને સંબોધતા આજે શ્રી પટેલે કહ્યું, રાજ્યની સહકારી સંસ્થાઓએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલાઓ અને ગામડાઓ સક્ષમ બન્યા છે જેનું ઉદાહરણ આજના સમારોહમાં જોવા મળી રહ્યું છે.
ખેડૂતોને કોઈ મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું શ્રી પટેલ ઉમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 3:45 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેપારી અને ગ્રાહકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પર ભાર આપ્યો.
