મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના સિદ્ધપુર ખાતે આજે માતૃશ્રી હિરાબા સરોવરનું લોકાર્પણ કર્યું. દરમિયાન તેમણે સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીની પણ શરૂઆત કરાવી. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ કે નદીના નવસર્જનથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન શક્તિને જળ શક્તિ સાથે જોડીને રાજ્યમાં જળવ્યવસ્થાપનનું પાણીદાર આયોજન કર્યું.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:30 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણનાં સિદ્ધપુર ખાતે હિરાબા સરોવરનું લોકાર્પણ કર્યું