મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો. દેશ અને દેશવાસીઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના ભાવને ઉજાગર કરવાના હેતુસર આવતીકાલથી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે.
અમદાવાદમાં ટાગૉર હૉલ ખાતે “ઑપરેશન સિંદૂર”ની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા આયોજિત “નમો કે નામ રક્તદાન” કાર્યક્રમમાં શ્રી પટેલે વધુંમાં જણવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે બનાવેલી યોજનાઓના કેન્દ્રમાં હંમેશા આર્થિક રીતે નબળા લોકો, વંચિત અને છેવાડાનો માનવી રહ્યો છે.
દરમિયાન શ્રી પટેલે આજે રાજ્યભરમાં રક્તદાન શિબિરમાં જોડાયેલા લોકોની કામગીરીને બિરદાવતા તેમણે રક્તદાતાઓને દેવદૂત ગણાવ્યા.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 7:41 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો