મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલથી બનાસકાંઠામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત સરહદી ગામોની મુલાકાતે છે. આજે તેમણે વાવ તાલુકાના માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ કર્યો. સ્થાનિકોએ તેમની મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેમજ વહીવટી તંત્ર દ્વારા આવી સ્થિતિમાં કરાયેલી સેવાઓ બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 3:30 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવ તાલુકાના માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ કર્યો.
