મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાત લીધી હતી. તેમણે વાવ ખાતે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.શ્રી પટેલે ગઇકાલે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં પૂરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.મુખ્યમંત્રીએ પુરગ્રસ્તોને કેસ ડોલ્સની ચુકવણી શરૂ કરી દેવા અને ઘરવખરી સહાય ચૂકવવામાં એસ.ઓ.પી બનાવીને તે મુજબની સહાય ચૂકવવા દિશાનિર્દેશો આપ્યા. પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેટર્નરી ઓફિસર દ્વારા ખરાઈ કરીને ચૂકવાય તે માટે સૂચનાઓ આપી. સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવાના આયોજનને અગ્રતા આપવા પણ તેમણે વહીવટી તંત્રને જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પૂરની આવી સ્થિતી વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની આવશ્યક્તા સમજાવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 10:27 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં સરકાર પૂરગ્રસ્તોની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો
