ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2025 7:20 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી. શ્રી પટેલે સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશ્રય લઈ રહેલા ગ્રામજનોને મળી તેમને મળતી જરૂરી સુવિધાઓ વિશેની વિગતો પણ મેળવી હતી.