મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને આજે ગાંધીનગરથી લીલીઝંડી આપી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુના બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ-પુરાવા માટે મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્વની ભૂમિકા છે. જેનાથી ગુનાઓની તપાસ ઝડપી અને અસરકારક બનશે. તેમણે ઉમેર્યું કે, આ સાથે રાજ્યમાં વર્તમાન 47 મોબાઈલ ફોરેન્સિક વાનની સંખ્યા વધીને 75 થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 5:06 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને આજે ગાંધીનગરથી લીલીઝંડી આપી.
