મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે. જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ – SDRF ઉપરાંત વિવિધ ટુકડીઓ દ્વારા એક હજાર 678થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડાયા હતા. સાથે જ ગામડાઓમાં ખાદ્યસામગ્રીના પડીકાં, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈ રાહત અને બચાવની સઘન કામગીરી હાથ ધરાઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 8:26 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના સુઈગામમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે
