મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવા GST સુધારાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. અમદાવાદમાં રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યુ. શ્રી પટેલે કહ્યું, આ ઐતિહાસિક સુધારામાં શિક્ષણ ક્ષેત્રનું વિશેષ ધ્યાન રખાયું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના 30 શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો એનાયત કરાયા હતાં. શ્રી પટેલે શિક્ષકોને વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું માતા-પિતા પછી શિક્ષકો જ બાળમાનસ પર ઊંડો પ્રભાવ પાડે છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 7:20 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવા GST સુધારાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે