મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે આજે અમદાવાદમાં રાજ્યના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ, દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે ત્યારે ડૉ. રાધાકૃષ્ણને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. તેમણે ઉમેર્યું કે 2020ની નવી શિક્ષણ નીતિના અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે.
શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” આપીને સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.