મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઇ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ, મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા અંગે સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન રજૂ થનારા ખરડા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર યોજાનાર કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 5:02 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઇ.
