મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના ગળતેશ્વર ખાતે ’76મો વન મહોત્સવ’ યોજાયો. દરમિયાન રાજ્યના 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ કે, રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરાયું. તેમણે ઉમેર્યું કે એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ગયા વર્ષે 17 કરોડ 48 લાખ રોપાઓના વાવેતર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય જળપ્લાવિત સત્તામંડળની વેબસાઇટનો પણ શુભારંભ કરાયો. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીને લાભ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા.