મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ખેડાના ગળતેશ્વર ખાતે ’76મો વન મહોત્સવ’ યોજાશે. રાજ્યકક્ષાની આ ઉજવણીમાં 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ રહેશે.
મહીસાગર નદી કિનારે નિર્માણધીન આ વનમાં ૩૦૦થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી કોતર વિસ્તારમાં જૈવ વિવિધતાને વધુ સમૃદ્ધ કરાશે. પાંચ હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર પામનાર આ વનમાં આકર્ષક મુખ્ય દ્વાર, બિલિપત્ર વન, શિવલિંગ વન, શિવમૂર્તિ, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રિડાંગણ, માતૃવન, પ્રાકૃતિક શિક્ષણ સ્થળ, સારસ પંખી સ્કલ્પચર, આરોગ્ય વન, પીપળ, બેલ, આંબળા, વટ અને અશોક એમ પાંચ વૃક્ષ ધરાવતું પંચવટી વન, નક્ષત્ર વન, રાશી વન, નવગ્રહ વન, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે
Site Admin | ઓગસ્ટ 30, 2025 9:00 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ખેડાના ગળતેશ્વર ખાતે ’76મો વન મહોત્સવ’ યોજાશે