ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 29, 2025 2:57 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં સિધ્ધિ તપના આરાધકોના સામૂહિક પારણાના વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં સિધ્ધિ તપના આરાધકોના સામૂહિક પારણાના વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું. પ૩૧ થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીએ આરાધકોને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એક સાથે આટલા તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજ્ય શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.