મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમલેન- VGRCનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ, વાઇબ્રન્ટ સમિટની 10 કડીની ઉતરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગગૃહોનું કેન્દ્ર બન્યું છે. તેનાથી મોટા પાયે FDI ગુજરાતમાં આવ્યું.
શ્રી પટેલે કહ્યું, રોકાણકારોને રાજ્યની ક્ષમતા અને શક્તિનો વધુને વધુ લાભ મળે તેવો ધ્યેય રાજ્ય સરકારે રાખ્યો છે. તેમણે ઉમેર્યું 20થી વધુ નીતિથી રાજ્ય સરકારે ગુજરાતને નીતિ સંચાલિત રાજ્ય બનાવ્યું છે.
રાજ્યના અલગ અલગ ચાર ઝોનમાં આવી કોન્ફરન્સ યોજાવાની છે ત્યારે ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું દિશાદર્શન કરીને અગ્રેસર રહેવા VGRC મહત્વનું મંચ બનશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો.
Site Admin | ઓગસ્ટ 28, 2025 2:57 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમલેન- VGRCનો શુભારંભ કરાવ્યો.