મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનો આરંભ કરાવશે. અમદાવાદના શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારા આ સંમેલનમાં ઉત્તર ગુજરાત આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો- VGRCમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે પોતાનું નેતૃત્વ કરશે.આ પરિષદમાં રાજ્યના હરિત ઊર્જા અભિયાનને કેન્દ્રસ્થાને રખાશે. VGRC રાજ્યના ઝડપથી વિકસી રહેલા નવીનીકરણીય ઊર્જા માળખામાં રોકાણની તકો, ટેક્નોલોજી ભાગીદારી અને નીતિગત નવીનતા શોધવા માટે હિસ્સેદારોને એક ગતિશીલ મંચ પૂરું પાડશે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 9:35 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનો આરંભ કરાવશે
