મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાયેલ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી અને દિગમ્બર મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક જૈન, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોબા ખાતે આચાર્ય મહાશ્રમણજીની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ તેમની આ મુલાકાત દરમિયાન આચાર્યશ્રીને વંદન કરી આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.
Site Admin | ઓગસ્ટ 17, 2025 3:29 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા