રાજયભરમાં હરઘર તિરંગા અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રા યોજાઇ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ આ યાત્રામાં જોડાયા હતા.
સુરતના બારડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વર પરમારની આગેવાનીમાં વંદે માતરમ, ભારત માતાની જય ના નારા સાથે ત્રિરંગા યાત્રા યોજાઇ.
ડાંગના આહવામાં પોલીસ અને વનવિભાગના જવાનો દ્વારા યોજાયેલી ત્રિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા સહિત 200 થી વધુ જવાનો જોડાયા હતા.
હર રેલ ઘર તિરંગા અંતર્ગત અમદાવાદનાં સાબરમતી ખાતે ન્યુ રેલ કોલોનીમાં હર રેલ ઘર તિરંગા રેલી યોજાઇ, જેમાં 2 હજારથી વધુ રેલવે પરિવારના સભ્યો જોડાયા. આ વર્ષે અમદાવાદ રેલવે મંડળ 18 હજારથી વધુ ઘરમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરશે. સાથે જ કચ્છના વિવિધ ગામ અને જાહેર સ્થળોએ ત્રિરંગા યાત્રા યોજાઇ.
નડિયાદમાં જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રામાં ઓપરેશન સિંદુર પર આધારિત ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું.
પાટણમાં રાજ્યસભા સાંસદ મયંક નાયકે એમ.એન હાઇસ્કૂલના મેદાનેથી ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.
Site Admin | ઓગસ્ટ 13, 2025 8:00 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.