મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાના રક્ષણમાં સેંકડો વર્ષ સુધી આદિવાસીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યુ. આ પ્રસંગે તેમણે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના 2 હજાર 500 જેટલા વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને એક કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી. સમારોહ દરમિયાન શ્રી પટેલે આદિજાતિ કલ્યાણ માટે સરકારની કામગીરીની વિગતો આપી.
શ્રી પટેલે કહ્યું, માનગઢમાં ગોવિંદગુરુ શહીદ વન, પાલદઢ વાવમાં વિરાંજલી વન તેમજ આદિવાસી સમાજનાં આસ્થા કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 7:12 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 14 આદિજાતિ જિલ્લામાં 2 હજાર 500 જેટલા વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યા