મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સુરતના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરાશે. આ પ્રસંગે શ્રી પટેલ વિવિધ યોજનાઓના કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તાપી કાંઠે રિવરફ્રન્ટ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના અંદાજે 277 કરોડ રૂપિયાના એક હજાર 843 કામનું ખાતમુહૂર્ત તેમજ અંદાજે 102 કરોડ રૂપિયાના ખર્ચે બે હજાર 266 જેટલા કામનું લોકાર્પણ કરશે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રી માર્ગ અને મકાન વિભાગ સુરત—બે-ના હસ્તકના 51 કરોડ રૂપિયાથી વધુના માર્ગોના કાર્યોનું તેમજ માંડવી ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના 12 કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 9:01 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સુરતમાં ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી