ઓગસ્ટ 4, 2025 9:37 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યની ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરુચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યની ભેટ આપશે. આજે સવારે તેઓ ભરૂચમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. શ્રાવણ માસ નિમિત્તે તેઓ ભરૂચ જિલ્લાના તીર્થસ્થાન કાવી કંબોઇ ખાતે સ્તંભેશ્વર મહાદેવ દર્શન કરશે.ભરૂચ જિલ્લાના આજના તેમના આ પ્રવાસ કાર્યક્ર્મને કારણે તેઓ નાગરિકો, જન પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને ગાંધીનગરમાં મુલાકાત માટે મળી શકશે નહિ.