મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાત વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડ રૂપિયાની 32 યોજનાઓમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ ખેડૂતોને મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર 15 ઓગસ્ટ સુધી ચૂકવવાનાં દિશાનિર્દેશો આપ્યા હતા.
બેઠકમાં લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે 400 એકર જમીન ફાળવણી, પાણી પુરવઠાની પાઇપલાઇન, વીજ પુરવઠાની ટ્રાન્સમિશન લાઈન અને સરગવાડાથી પ્રોજેક્ટ સાઈટ સુધીનો રસ્તો ચાર-માર્ગીય કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે.
Site Admin | જુલાઇ 31, 2025 3:04 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાત વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડ રૂપિયાની 32 યોજનાઓમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.