ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 7:13 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ” થકી વિકસિત ભારતનાં લક્ષ્યાંકમાં વિકસિત ગુજરાત સૌથી અગ્રેસર રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુણવત્તાયુક્ત વિકાસ અને જનકલ્યાણમાં સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ થકી વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અગ્રેસર રહેશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ”માં શ્રી પટેલે આ વાત કહી.

શ્રી પટેલે નર્મદા અને દાહોદ જિલ્લાને દેશભરમાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અંતર્ગત અગ્રેસર રહેવા આનંદ વ્યક્ત કર્યો. આ પ્રસંગે તેમણે દાહોદ, નર્મદા, બનાસકાંઠા, કચ્છ, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી, પાટણ, ડાંગ, છોટા ઉદેપુર એમ કુલ 10 જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી યોજાનારા ‘આકાંક્ષા હાટ’નો પણ પ્રારંભ કરાવ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ